આજે પૂજ્ય બાપા ની 218 મી જન્મ જ્યંતી નિમિતે વીરપુર માં બાપા ના જન્મ દિવસ ની ઉજવણી કરવા અને પૂજ્ય બાપા ના આશીર્વાદ લેવા માનવ મહેરામણ ઉમટ્યો છે.
પરંપરા મુજબ પૂજ્ય બાપા ના પરિવાર જનો એ વહેલી સવારે બાપાની સમાધિ પર પૂજન કરી આશીર્વાદ મેળવ્યા તા, તેમજ આખું વીરપુર શણગાર થી સજવામાં આવ્યું છે.
વીરપુર માં દરેક ઘરે રંગોળી દિવા તોરણ લાઇટિંગ વિગેરે થી શણગારી મહેમાનો નું ઉમળકા ભેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ગામના તેમજ બારથી પધારેલા મિત્રમંડળો બાપાના ભક્તો માટે નાસ્તા, છાશ, ચા, સરબત, ની સુવિધા પુરી પાડવામાં આવી રહી છે.
તેમજ યુવા રઘુવંશી મિત્ર મંડળ દ્વારા ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવા માં પણ આવ્યું છે.
આપ સૌને જલારામ જ્યંતી ની શુભકામના … સૌ ભક્તો પાર બાપાની અમીવર્ષા વર્ષે તેવી પ્રાર્થના। .
જયજલારામ। .
1 Comment