31/12/2022 ને સોમવારે સંત શિરોમણી પૂજય જલારામ બાપા ની 223 મી જન્મ જ્યંતી વીરપુર ખાતે ઉજવવામા આવશે. જેમાં પુજયબાપા ના પરિવાર દ્વારા પુજયબાપા ની સમાધિ સ્થળે પારંપરિક રીતે પરિવાર સહ પૂજન થશે. તેમજ ગ્રામજાનો દ્વારા શોભાયાત્રા તેમજ વિવિધ કાર્યક્રમ કરવામાં આવશે. પૂજ્ય બાપાના આશીર્વાદ થી ભક્તો દ્વારા જરૂરિયાત મંદોને યથા શક્તિ દાન કરવામાં આવેછે . પૂજ્ય જલારામબાપા ની જન્મ જયંતિ વિશ્વમાં રહેલા બધા જલારામ મંદિર માં ઉજવવામાં આવે છે. તેમજ રઘુવંશી સમાજ દ્વારા પણ વિવિધ આયોજન કરવા આવે છે.