વિરપુર ની બીજી દીવાળી એટલે પૂજ્ય જલારામ બાપા ની જન્મ જ્યંતી.
વીરપુર માં વસતા વીરપુર વાસી ઓ અને સૌરાષ્ટ્રમાં માં વસતા લોહણાં સમાજ માટે બાપા ની જન્મ જયંતિ એટલે જાણે બીજું દિવાળી દરેક ઘર આંગણે એક પર્વ .. આવતી કાલે તારીખ 3/૧/૧૯ ના રોજ પૂજ્ય બાપની જન્મ જયંતિ હોવાથી આખું વિરપુર વિવિધ શણગાર અને રોશની થી શણગાર વા આવ્યું છે.. આવતી કાલે હજારો ભાવિકો પૂજ્ય બાપા ના દર્શન નો લાભ લેશે. બાપાના ભક્તો અને ગ્રામ વાસી ઓ લોહાણા સમાજ દ્વારા વિવિધ પ્રકાર ના કાર્યક્રમો અને પ્રસાદી વિતરણ ના કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે . આ વર્ષે બાપા એ સાદાવ્રત ચાલુ કર્યા ને 200 વર્ષ પુરા થાય છે તે નિમિતે બાપા ના પરિવાર દ્વારા તા. ૧૮/૦૧/૨૦ થી તા. ૨૬/૧/૨૦ સુધી પૂજ્ય શ્રી મોરારીબાપુ ની કથા સંતસંગ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.. પૂજ્ય બાપા એ ચાલુ કરેલા સદાવ્રત અવિરત પણે ૨૦૦ વર્ષ થી ચાલી રહ્યું છે તે પણ એક અનોખો વિક્રમ છે. " જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુંકળો" ની સાર્થક કરતી પંક્તિ સાથે સૌરાષ્ટ્ર અને ગુજરાત ના શિરમોર પર યસ કલગી સમાં પુજ્યબાપા ને સત સત નમન સાથે… સૌને જય જલારામ