જલારામ મંદિર ગ્રીનફોર્ડ(UK) દ્વારા કોરોના કાળમાં દર્દીઓને ભોજન પ્રસાદ સેવા.

2021ના વીતી ગયેલા કપરા કોરોનાકાળથી UK, ગ્રીનફોર્ડ સ્થિત જલારામ મંદિર & કોમ્યુનિટી સેન્ટર દ્વારા જલારામ બાપાની જન્મ અને કર્મ ભૂમિ એવા વીરપુર નજીક આવેલી જેતપુર અને ગોંડલ ની સરકારી હોસ્પિટલ માં દાખલ થયેલા દર્દી ઓ તેમજ ત્યાં રહેલા તેના પ્રરિવાર જનો માટે બોપરે અને સાંજે સાત્વિક અને શુદ્ધ ભોજન ની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

જેનો લાભ કોરાના દર્દી ઓ અને તેના સિવાય ના દાખલ દર્દી ને પણ મળી રહ્યો છે જેમકે ગર્ભવતી મહિલાઓ, બાળકો , વૃધો, રોજીદું કમાઈ ને જીવન પસાર કરતા શ્રમજીવી ઓ વિગેરે. શ્રમજીવીઓ માટે કાચા સીધા નું પણ વિતરણ કરવામાં આવ્યું.

જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુકડો” પૂજ્ય બાપા ના વાક્ય ને આત્મસાત કરતા આ સેવા ચાલી રહી છે. તમામ સેવાભાવી ભક્તો પર પુજ્ય બાપા ના અમીભરેલા આશીર્વાદ રહે તેમજ ભોજનરૂપી પ્રસાદ લઈ દર્દી ઓ જલ્દી સાજા થાય એવી બાપા ને પ્રાર્થના.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Scroll to Top