રાજકોટ: વીરપુર જલારામ બાપાના ચોથી પેઢીના વારસદાર જયસુખબાપાનો દેહ પંચમહાભૂતમાં વિલિન થયો છે. શનિવારે સાંજે 4.45 કલાકે રાજકોટમાં દેહ વિલય થયો છે. ત્યારે લાખો ભક્તોમાં શોકની લાગણી જોવા મળી હતી. તેમનું નિધન થતાં રવિવારે તેમના અંતિમ દર્શનની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે આજે મોરારિ બાપુ પણ તેમના અંતિમ દર્શને આવ્યા હતા. આ પછી વીરપુરમાં જયસુખરામ બાપાની અંતિમયાત્રા નીકળી હતી. જેમાં હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા હતા. આ પછી તેમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.
શનિવારે જયસુખરામ બાપાનું 88 વર્ષે નિધન થયું હતું. જયસુખબાપાના નિધનથી અનેક ભક્તો શોકમાં ગરકાવ થયા હતા. અમદાવાદના ખમાસા ખાતે આવેલ જલારામ મંદિરમાં જયસુખરામબાપાની આત્માની શાંતિ માટે શાંતિધુનનુ આયોજન કરાયુ હતું. જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.
Today Funreal of Jaysukhram bapa In Virpur , Morari Bapu Pray
સૌજન્ય : ABP news